OnePlus 13R: વનપ્લસ 13આર, જાણો ફીચર્સ અને લોન્ચ તારીખ

વનપ્લસએ તેનો સ્માર્ટફોન વનપ્લસ 12આર 6 ફેબ્રુઆરી 2023 ના રોજ લોન્ચ કર્યો હતો. જે સ્માર્ટફોન ઘણાબધા લોકોને પસંદ આવ્યો. હવે વનપ્લસ 13આર જેમાં 6,000 mAh ની બેટરી અને 6.78-ઈંચની એમોલેડ ડિસ્પ્લે આવશે. આ સ્માર્ટફોન વિશે વધારે જાણકારી મેળવવા માટે આ લેખને વાંચો.

વનપ્લસ 13આર સ્પેસિફિકેશન્સ

સ્માર્ટફોનનું નામ વનપ્લસ 13આર
ડિસ્પ્લે-6.78-ઇંચ એમોલેડ
-120 Hz રિફ્રેશ રેટ
-કોર્નિંગ ગોરીલા ગ્લાસ
-5000 નિટ્સ પીક બ્રાઇટનેસ
કેમેરા50MP+50MP+32MP (Rear)
ફ્રોન્ટ કેમેરા32MP
પર્ફોર્મન્સ-ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 જેન3 (ચિપસેટ)
-3.3 GHz, ઓક્ટા કોર (પ્રોસેસર)
બેટરી -6,000 mAh
-120W ચાર્જિંગ

કેમેરા

વનપ્લસ એ તેના 12આર ફોનમાં 50MP+8MP+2MP કેમેરા આપ્યા છે જે આ સ્માર્ટફોનમાં ઉપગ્રેડ કરીને આપશે. અંદાજિત આ મોબાઈલમાં 50MP+50MP+50MP કેમેરા આવશે જે સુંદર ફોટો ક્લિક કરશે. આ મોબાઈલમાં ફોટોની સાથે વિડિઓ રેકોર્ડિંગની ક્યુઆલિટી પણ સારી હશે એમ 4K વિડિઓ રેકોર્ડિંગ પણ હશે. આ સ્માર્ટફોનના ફ્રોન્ટમાં 32MP સેલ્ફી કેમેરા આપેલો હશે. આ મોબાઈલના કૅમેરામાં ઘણાબધા ફીચર્સ આવશે.

બેટરી

વનપ્લસ તેના આ સ્માર્ટફોનમાં 6,000 mAh ની મોટી બેટરી ક્ષમતા અને 120W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. વનપ્લસ જે નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે દર વર્ષે આ કંપની તેના સ્માર્ટફોનના ફીચર્સમાં ઉપગ્રેડ કરતી રહે છે. આ સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે ભલે પછી તમે આમાં હેવી ગેમ્સ કે ટાસ્ક કરતા હોવ તો પણ તમને સારું પરીણામ આપશે, બેટરી તો ઝડપથી પુરી થવાની નથી.

ડિસ્પ્લે

આ સ્માર્ટફોન વનપ્લસ કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન હશે જેમાં 6.78-ઇંચની એમોલેડ ડિસ્પ્લે આવશે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે જેમાં અંદાજ મુજબ 5,000 નિટ્સ પીક બ્રાઈટનેસ, 120 Hz રિફ્રેશ રેટ અને પ્રોટેકશન માટે કોર્નિંગ ગોરીલા ગ્લાસ આવશે. આ મોબાઈલની ડિસ્પ્લે દેખાવમાં પણ સુંદર અને સુરક્ષિત આવશે.

પર્ફોર્મન્સ

વનપ્લસ 13આર માં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 8 જેન3 ચિપસેટ સાથે 3.3 GHz, ઓક્ટા કોર પ્રોસેસર આવશે. આ મોબાઈલમાં હેવી ટાસ્ક અને ગેમ્સ રમવાથી કંઈપણ હેન્ગ અથવા હિટની સમસ્યા નહીં થાય કેમકે આનું પર્ફોર્મન્સ ખુબ જ હાઈ હશે.

OnePlus 13R Launch Date in India

વનપ્લસ 13આર સ્માર્ટફોન જે ભારતમાં જાન્યુઆરી 2025 માં લોન્ચ થઈ શકે છે હજી તેના વિશે વધારે માહિતી નથી મળી.

OnePlus 13R Price in India

આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત લગભગ રૂપિયા 40,000/- હશે. આ સ્માર્ટફોનમાં તેના રેમ અને રોમ ના લીધે કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *